Tuesday, 30 December 2014

Wednesday, 24 December 2014

batave zandi lal

બતાવે ઝંડી લાલ 


બળ બળતા બપોરે 
એક   સડક   કિનારે .

ઝંડી ખોસી  લાલ 
હાથે હથોડી ઝાલ 
તોડે પત્થર કાળા 
એક મજુર  બાળા

વિખરેલા છે બાલ 
ઓઢણી પણ લાલ 
વાજે  હથોડા તાલ 
બાળા  તારા  હાલ

વાહન સરકતા જાય 
બાળા  પત્થર  ખાય
ઉપર    પડતો  તાપ
સૌ કોઈ  કરે  સંતાપ

'દેવા ' વિચારી વાત 
કેવા   બિચારી  હાલ
બતાવે   ઝંડી  લાલ
બાળ   મજુરી  ટાલ

લાલ ઝંડી નો  સાદ
જગત ને  સંભળાવ

               -દેવ .....




Friday, 19 December 2014

kanaiyo ?

          કનૈયો  ?                          

બંસરીનો સુર મારે સુણવો હતો 
શંખનો નાદ      સુણાવે  કનૈયો

જિંદગીના પાવા વગાડવા હતા
દુઃખના દુંદુભી  વગડાવે કનૈયો

ધરણીની ધારાએ સૂર રેલાવવાતા
નરસી ની કરતાલ ખખડાવે કનૈયો 
                                                                 

ભ્રમરો ના ગુંજન મારે ગાવા હતા 
મીરાં ની વાણી   ગવડાવે  કનૈયો

હરણી કસ્તૂરી   મારે    પામવી હતી
મૃગજળ ની માયામાં દોડાવે કનૈયો

ફૂલોની ઝાકળ   મારે ન્હાવી હતી
સાંબેલાની ધારો ધબડાવે કનૈયો 

ઘેલી ગોપીની જેમ    આલી નાચવું તું
મંદિરની ગંદી ગલીઓ ભટકાવે કનૈયો

આનંદની છોળો ભરી   મારે રાચવું  તું
ગમગીન જિંદગી આ ઘમરોળ કનૈયો 

'દેવ' જિંદગીને જેમ તેમ સરકાવે  રે 
દુઃખ પડે કનૈયા ને દોશ કેમ દેતો ફરે ?

                  
                              -દેવ ....

Thursday, 18 December 2014

Devabhai Patel Dhanera: namnu su chhe kam

Devabhai Patel Dhanera: namnu su chhe kam:                      નામનું  શું છે કામ ?     દોડી દુનિયા નામની પાછળ                નામ મળે નહિ  આમ                             ભ...

Thursday, 11 December 2014

gamdu

                              ગામડું

  આકાશે ઉડતી ડમરીઓ હોય 
ગાડે રણકતી ઘૂઘરીઓ હોય 
ફૂલે ભમતી ભમરીઓ હોય 
વાટે પડતી પગલીઓ હોય 
એવું અમારું આ ગામડું જ હોય..

ઘટા ઝાડવા છાંયડીઓ હોય 
બેડા ઉપાડેલ બાયડીઓ હોય 
ગોચરમાં ચરતી ગાયડીઓ હોય 
પીળાં ફૂલોનો રાયડીઓ હોય 
એવું અમારું આ ગામડું જ હોય..

એતો અમારું ગામડું જ હોય 
જાણે મજાનું નાવડું જ હોય 
ફરતે સીમનો દરિયો જ હોય 
પાક નો આખો ભરીયો જ હોય 
એવું અમારું આ ગામડું જ હોય..

માયાળુ માછલા ભમતાજ હોય 
ખાવાને બગલા ફરતા જ હોય 
બાલુડા બાપડા રડતા જ હોય 
બગલા બચકા ભરતા જ હોય 
એવું અમારું આ ગામડું જ હોય। .

ગામડું અમારું કેવું આ ગામડું રે ?
જાણે જળ માં જબોલાતું નાવડું રે 
તડકાના તાપે બળેલું આ ચામડું રે 
પરસેવો વહાવતું આ ઝરણું રે 
એવું અમારું આ ગામડું રે ...

મોત વગર નું આ મરણું રે 
શિકાર કરેલું આ હરણું રે 
બગલે ખાધેલું આ માછલું રે 
ગમ્યું અમારું આ ગામડું ને ?
એવું અમારું આ ગામડું રે..

ઘમ્મર વલોણું ઘૂંઘવાટા ય  હોય 
અંતર વલોણે ફૂંફાડાય  હોય 
ચમક ચાંદલો ને સિતારા ય હોય 
જન બાપડા ને બીચારાય હોય 
એવું અમારું આ ગામડું જ હોય 

પ્રકૃતિએ પાંગરતું ગામડું જ હોય 
સંસ્કૃતિ સાચવતું ગામડું જ હોય 
નગર જનોનું રમકડું ય હોય 
લુંટી ખાવાનું હથકડુંય  હોય 
એવું અમારુંઆ  ગામડું જ હોય

એવું અમારું આ ગામડું જ હોય 
નેતા નચાવે તેમ નાચતુંય હોય 
પારકી સોચે સોચતુંય હોય 
સ્વપ્નામાં એતો રાચતુંય હોય 
એવું અમારું આ ગામડું જ હોય..

વાયરાથી વાતો કરતુ જ હોય 
વચનોના ભારા બાંધતું  જ હોય
આકાશી તારા ચાવતુંય હોય 
સૌની આંખોને ભાવતુંય  હોય 
એવું અમારું આ ગામડું જ હોય। .

                            દેવ .....

                    

                                

  

              

                     

 

Wednesday, 3 December 2014

khankheri zrber ''bordi na bor''

bordi nabor

              ખંખરી ઝરબેર [બોરડી ના બોર]

                 

ઉગી સુકા વગડમાં        વાંકા કંટી બોર 
રાતા પીળા  ખટમ ડા આવ્યા એને બોર 

ઓઢી રાતી ચુનરિયા    ,ઉભી  જાણે નાર
સુના સુના વગડમાં      નારી લે  હીલોળ 

અનિલ લહેરે લહેરતી  ટપ ટપ ટપકે બોર 
શિર પર ઓઢી ચુંદડી    પદ ભરિયું સિંદુર  

સૂના વગડે સ્વાગતે     ઊભી રમણી બોર 
મીઠે ટહુકે   બોલતી       ખાવા આવો બોર 

ઘાસ ગલીચો બિછાવી   અર્પતી આવકાર
સૂના વગડે એકલી     કરતી જય જય કાર 

વળતા રસ્તે જોયું  તો    મન   મારું મુંજાય;
બોર બધા વિણી લઈ       લુંટી કોણે  બેર ?

કોની નજરે  એ  પડી   અરે  ખંખેરી ઝરબેર 
વસ્ત્ર વિહોણી એ ઉભી     ના પાંદા  ના બોર 

ઝૂડી લાકડી વડે  'દેવ'    ભાંગી નાખી ડાળ 
સૂના વન વગડે  અરે રે   લુંટી નાખી નાર ?

                                  -દેવ ........



 

 





             

 

Sunday, 23 November 2014

rajkumari



                   રાજકુમારી  
કડકડતી પોષ ઠંડીમાં 
રેલ્વે પ્લેટફોર્મની ગંદકીમાં 
શ્વેત કેશ સજાવેલા 
મેલું વસ્ત્ર બીછાવેલું 
અંજનાએ મહેલ સજાવેલો 

દયા ન માંગતી 
આજીજી ના કરતી 
આશીર્વાદ ના અર્પતી 
મૌન માત્ર મૌનથી 
ભીખ એ માંગતી 

આપે એનું પણ ભલું 
ના'પે એનું પણ ભલું 
મનમાં સંતોષ રાખતી 
પણ મોટેથી ના ભાષતી

ભીખ પ્રતિબંધ વિસ્તારમાંથી 
પોલિસે એક દિ અંજના પકડી 
કસ્ટડીમાં જજ સામે કરી ખડી 
બોલી અંજના અંગ્રેજી ફાંકડી 

''મારૂ નામ અંજ્નાદેવી 
 હતી હું રાજકુમારી 
મારા કાળ માં બગી બેસનારી 
માત્ર એક કોલેજકન્યા હું હતી 

સુખ વૈભવે આલોતનારી 
હું નગર નરેશ કુમારી 
માન પ્રતિષ્ઠા મોભો કીર્તિ 
સલામો હું સ્વિકારનારી 

સગા વહાલા ને સારા નગરનો 
હતી હું પ્રેમ પામનારી 
એક બોલ પર નાચે નગરી 
એવી હતી હું રાજકુમારી 

પરદેશી પાયલોટ હું પરણી 
આખી દુનિયા પર છું ફરી 
પરિચિત હું આકાશ પરી 
એવી હતી હું રાજકુમારી 

-સમય -સમય છે બળવાન 
નહી મનુષ બળવાન 
કાબે અર્જુન લુંટી યો 
વોહી ધનુષ વોહી બાણ -

પતિ પાયલોટની સદગતિ 
ફરી ગઈ જાણે મુજ મતિ 
એક દીકરીની હું માં હતી 
નામે નિશા એ હતી 

નિશાને લઇ એક નિશા 
ભટકી હું ગમે ગામ 
સંબધો સૌ ખરી ગયા 
જેમ પાનખરના પાન 

પતિ સંપતિ સસરે લીધી 
પિતા સંપતિ સૌએ લુંટી 
એક નિશાએ ઝેરી જ્વર 
લઈ ગયો નિશા મારી 

રેલ્વે પ્લેટફોર્મ પર 
સંબંધોની છેલ્લી કુંપળ 
લઇ ગઈ પાનખર 

જજ સાબ.........
આપના આ નગરની 
રાજકુમારી બની ભિખારી 

પ્લીશ છોડીદો મને 
જ્માંનાતનું નથી એકપણ પાન 
પાનખરનું ઠુંઠું છું જજ્સાબ.....

પ્લીશ...જજ્સાબ...
જિદગીમાં પહેલી વાર  માંગું છું 
આપી દોને એક લાયસન્સ 

ભીખ પ્રમાણપત્ર 
પ્લીશ....જજ્સાબ......
ગીવ મી લાયસન્સ ઓફ બેગ 

આટલી પણ નહિ ચાલે 
આ નગરની રાજકુમારીની 
એક અંગત ભલામણ ?

પ્લીશ...જજ્સાબ.....
ગીવ મી લાયસન્સ ઓફ બેગ.

                        દેવ -


                                   

Tuesday, 18 November 2014

chan videsi chantu


                                                          ચણ વિદેશી ચણતું

ભાર ઉપાડ્યું    ભાથું બાંધ્યું   કષ્ટો   શાના કાજે 
અડધા રસ્તે આવી જાણ્યું આમ અચાનક આજે
પંખી થઈને માણસ ઉડતું   ચણને ચણવા ચાંચે
ગામ  ગોદરે   ખેત પાદરે     ઉડતું અવળા રસ્તે

જે મળ્યું તે  ચણી  ખાધું    તોય પેટ ભૂખ્યું ભાસે
ચણી લીધા ચબુતરા  ને  ખેતર થઇ ગ્યા ખાલી
કેલીફોર્નીયા  કે બોસ્ટન    કોઈ  રહ્યું  ના   બાકી
ડોલર ચણીને   ગોરી ગલીમાં  પી રહ્યું છે સાકી

પાસપોર્ટ પાંખે વીસાની  આંખે દાણો લેતું ગોતી
ઘઉં બાજરો મકાઇ  નહી  પીત્જાના ચણતું મોતી
જોબ કરીને   વોક કરી     કલાકે   ડોલર  ગણતું
સાંજ પડેને    થાક ઉતારે   સરબતી  ઘૂંટ  ભરતું

વરસ નહી વરસો લગી    તે ચણ વિદેશી ચણતું
વટ મારવા ને સમય લઇ  તે દેશ માં પાછું ફરતું
બોલી બબડી સ્ટાઈલ થી તે ડોલર રૂપિયે ગણતું
ખોબા જેવા ખળામાં  આવી   ઢગલે રૂપિયે રમતું

ઉડતા ચણતા  સબંધોના    પીંછા  ગયા  વખુતી
ઉમરને પણ બાધ  નડી ગઈ   જુવાની ગઈ  છૂટી
દેશ આવીને દરદ કર્યું  ભઈ  ઉતરે ગળે ના  રોટી
ચંણ  ચણવા ગયા  અમે જે   રીત હતી   તે  ખોટી 

બાળ બગડ્યા થાળ બગાડ્યા  બગડી ગઈ વાણી
ડોલારીયાને ચણતા-ચણતા ગગડી ગઈ તી ગાડી 
ભાર ઉપાડ્યું    ભાથું બાંધ્યું     કષ્ટો    શાના કાજે ?
અડધે રસ્તે  આવી જાણ્યું  'દેવ '  અચાનક   આજે .

                                 -દેવ -...............


Thursday, 13 November 2014

haribhai chaudhary kendriy rajymantri banvabadal khub kub abhinandan

બનાસકાંઠા ના જગાણા  ના વતની  માનનીય હરીભાઈ ચૌધરી  ને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની ટીમ ના સહભાગી બનાવી બનાસકાંઠા  નું ગૌરવ વધાર્યું  ગૃહ રાજમંત્રી નું પદ આપી બનાસકાંઠા ની રાજનીતિ ની પ્રતિષ્ઠા વધારી, માન્ય મોદી સાહેબનો ખુબ ખુબ અભાર ,હરી ભાઈ ને ખુબ ખુબ અભિનંદન .


Sunday, 12 October 2014

Devabhai Patel Dhanera: ek taras chhe

Devabhai Patel Dhanera: ek taras chhe:                                                     એક તરસ છે ... એક તરસ છે      છાની -  છાની        છપની  મન મલકાવી     વાયુ થ...

Saturday, 11 October 2014

ek taras chhe

  
                                                 એક તરસ છે ...

એક તરસ છે      છાની -  છાની        છપની 
મન મલકાવી     વાયુ થી     વાતો     કરતી
હૈયે હરણી રહેતી       ઉધમ   પછાડા   કરતી 
સ્મરણ થાય ને  મન   મોરલીએ  ઊઠે ગહેકી   
                                એક તરસ છે છાની-છાની છપની। 

પ્રાણોને પણ લાગે પ્યારી   મધુ માદક ઝરતી 
વૈકુઠ ને પણ વારી જાતી    શૈયે શમણાં કરતી
શમણાં સાચા કરવા એ   ઉધમ પછાડા કરતી 
પછડાતો રોજ ખાધા કરે     ઉછાળા એ ભરતી
                                 
                                એક તરસ છે છાની-છાની છપની।  

રોજ પ્રભાતે વહેલી ઊઠી     ટ્રેક પર દોડ્યા કરતી 
નવા જમાને  નાજુક નમણી     હોઠે ગુંજ્યા કરતી
ત્રણ ભુવનમાં તરી જવા તોરણીએ ડગલા ભરતી
નેટ જમણે ઝાળ લગાવી    ફેસબુકિયા ફ્રેન્ડ કરતી
                                  એક તરસ છે છાની-છાની છપની। 

લાઇક મળે કે સેર કરે           હરખ પદી  હરખાતી
બ્લોગ બની  કે વેબ  બની     પડદા પર ઉભરાતી 
નેટ નસે નસ ફરી વળીને         સૌની સાથે સરતી
''દેવ ''જુવોને મસ્ત થઈને    તરસ કેવી  તરફડતી
                                  એક તરસ છે છાની-છાની છપની। 

                                                    --દેવ.....

                                

Monday, 6 October 2014

prem etle shu?



જય મહેતા ના નામથી આરાધના સામયિક માં છપાયું  મને ગમ્યું  તમને પણ ગમશે

Devabhai Patel Dhanera: sarto jay chandlo sangathe

Devabhai Patel Dhanera: sarto jay chandlo sangathe: સરતો જાય ચાંદલો સંગાથે                                                                                                   આસો માસે...

sarto jay chandlo sangathe

સરતો જાય ચાંદલો સંગાથે 

                                                                                                



આસો માસે   શરદ પૂનમની     રાતે 
જોને સખી ઊગ્યો છે ચાંદલિયો આભે

ચાંદલા ના તાપે રમે  તારલા રાસે
રમઝટ જામી છે    ચાંદની  પ્રતાપે

ટમ ટમ તા  આભે ચાંદની ની  રાતે
જોને સખી રાત      મહેંકી  મધરાતે

કલ  કલ તા    નાદે સરિતાની સાથે 
ચાંદલો હાલ્યો જાય નાવડા સંગાથે
                                        આસો માસે શરદ પૂનમ .....
ઝગમગતી વાટે    પ્રિતમની  સાથે
સખી અમે હાલ્યા તા ચાંદના સંગાથે

ઢમ ઢમ તા ઢોલે   રમે ગોપિ રાસે 
જોને આલી ચાંદલો ફરતો સંગાથે
                                       આસો માસે શરદ પૂનમ .......
ખડ ખડતા ગાડે  ગામડાની વાટે 
જોને સખી ચાંદલો સરતો સંગાથે 

ખળ ખળતા ધોરિયે ખેતરના પાળીયે 
ચાંદલો હાલ્યો સખી  આપણાં સંગાથે
                                        આસો માસે શરદ પૂનમ .......
સરતો જાય સાથે  વાદળને  મેલી પાછે 
જોને સખી દોડ્યો જાય ચાંદલિયો આભે

પ્રિતમ ની જેમ  પીછો કરતો    જાય આભે
જોવોને ''દેવ ''સરતો જાય ચાંદલો સંગાથે
                                     આસો માસે શરદ પૂનમ.....


                                     ---દેવ .....    
                  

.......

Tuesday, 23 September 2014

Devabhai Patel Dhanera: namnu su chhe kam

Devabhai Patel Dhanera: namnu su chhe kam:                      નામનું  શું છે કામ ?     દોડી દુનિયા નામની પાછળ                નામ મળે નહિ  આમ                             ભ...

namnu su chhe kam

                     નામનું  શું છે કામ ?    

દોડી દુનિયા નામની પાછળ 
              નામ મળે નહિ  આમ 
                           ભઈ નામનું શું છે કામ.

દોડ્યો જા તું રામની પાછળ 
                       મળશે મોટું ધામ
                            ભઈ નામનું શું છે કામ.

વગડે વસ્તી જ્યાં વસે ત્યાં 
                     કરતો જા તું કામ  
                              ભઈ નામનું શું છે કામ.

પમાંરથ ને કર તું આગળ 
                    લઇ હરિ  નું નામ 
                               ભઈ  નામ નું શું છે કામ   

ધન દોલત ને માલ ખજાનો 
                  પડી રહેશે આમ નો આમ 
                              ભઈ નામનું શું છે કામ.

માણસ વચ્ચે રહીને કરજે 
                      ભલ ભલાનું  કામ  
                             ભઈ નામ નું શું છે કામ.

મહેલ મિનારા ચણતો રહેજે 
                    લોક સેવાને કાજ 
                           ભઈ નામનું શું છે કામ 

ધપતો રહેજે સદા તું આગળ 
                  સતનો લઇ તું સાથ 
                           ભઈ નામનું શું છે કામ.

ભગત ગાંધી સહુને સ્મરજે 
                કર્મનો લઇ તું સાથ 
                        ભઈ નામનું શું છે કામ.

લોક સેવામાં રહેજે આગળ 
             હરખથી હૈયે રાખી હામ 
                      ભઈ નામનું શું છે કામ 

ચડતી પડતી સુખથી સહેજે 
             મળ્યું તને જે વૈકુઠ નું છે ઠામ       
                           ભઇ નામનું શું છે કામ 


''દેવ''આનંદે લહેરથી રહેજે 
                 ઘર સમજીને ગામ
                         ભઈ નામનું શું છે કામ 


                                --દેવ........

 
         

Monday, 22 September 2014

Devabhai Patel Dhanera: pachha farya..........

Devabhai Patel Dhanera: pachha farya..........:                   પાછા ફર્યા ....... લુંટારા અમે લુંટવા ગયા  ને ખુદ લુંટાઈ પાછા ફર્યા  . ગગનને  ઘા પાડવા ગયા  ઘા દિલને દઈ અમે પ...

tak no tribheto

                  તક 
તાકી રહ્યો હું તકને 
તક તાકી રહી મને 

રીબાતું  ભાગ્ય વચ્ચે 
પીસાતું   એ અધવચ્ચે

તકને  ભાગ્ય  નડે
મને પણ તે નડે
ને પાછું એ રડે

એક દિ થયો ત્રીભેટો
તક ભાગ્ય ને મારો

અજબ આ સથવારો
'દેવ' નવો જન્મારો

           -દેવ.....

Sunday, 21 September 2014

pachha farya..........

                  પાછા ફર્યા .......

લુંટારા અમે લુંટવા ગયા 
ને ખુદ લુંટાઈ પાછા ફર્યા  .

ગગનને  ઘા પાડવા ગયા 
ઘા દિલને દઈ અમે પાછા ફર્યા  .

જગતને દેવા  શિક્ષા ગયા 
બોધ લઇ અમે પાછા ફર્યા  .

જખમ દિલને દીધે ગયા 
કવિ થઇ અમે પાછા ફર્યા .

''દેવ '' જિંદગી જીવી ગયા                          
જે  કંઈક લઇ  પાછા ફર્યા .

              --દેવ ....



                 

Saturday, 20 September 2014

kagal sathe prit

કાગળ સાથે પ્રીત 

અડધી રાતે ઉઠ્યો તો હું  
લખવા કોરો કાગળ  

સાવ અજાણે આવી ઉગ્યા 
સમણાં આંખો આગળ 

છાના છપના શબ્દો ઉગ્યા 
પરણો પરના જાકળ 

કરની કલમે વરસી ઉઠ્યા 
અક્ષર અક્ષર વાદળ  

ફણગે ફણગે ઉગી ઉઠ્યા 
જગ મગ જીવન ફૂલડાં 

અલક મલક થી ઉભરી ઉઠ્યા  
ચહેરા નયનો અગળ 
અક્ષર અક્ષર મરકી ઉઠ્યા 
સીમ તણા સાજણ 

માણસ થઈને નિખરી ઉઠ્યા 
આમ અચાનક કાગળ 
સાવ અજાણે હળવે હળવે 
કાગળ સાથે પ્રીત 

''દેવ''અજાણે હળવે હળવે 
અમથી થઇ ગઈ જીત..

                                       ---દેવ.........


            

Friday, 19 September 2014

''kamani'' manas farto kamani karto

''કમાણી ''
ગામ નગરને ગલી ચોકમાં 
                 માણસ ફરતો કમાણી કરતો 
એક અભરખા આ રહ્યા રે 
                 બાકી સુપડા સાફ થયા છે 
ગુણ અવગુણ ને ઢીલા મેલી 
                  રૂપિયા નો એ દાસ થયો છે 
પરમારથ ધરીને આગળ 
                 સાધવા સ્વાર્થ સજ્જ થયો છે 

પશુઓ ને પંપાળી લઈને 
                   રૂપિયે રમવા રાસ રચ્યો છે 
માણસ તારી માણસાઈને 
                   રૂપિયા કેરો કાટ લાગ્યો છે 
ભાવ સબંધ તો ભરમ થયા 
                   રૂપિયા માં તો રામ રહ્યો છે  

Thursday, 18 September 2014

zrana ne dariyo thvu nathi


ઝરણા ને  દરિયો  થવું નથી ગમતું ,

મોટા થઈને ખારા  થવું  એના કરતા  
નાના  રહીને  મીઠા    રહેવું         સારું    


ખળ ખળ  નું    મધુર ગુંજન સૌને ગમે 
દરિયાના  ફૂમ્ફાડે   તો     સૌ  કોઈ  ડરે    


ભય તો હમેસા    દરીયાનોજ  હોય        
ઝરણું  તો  હમેશા  પોતાનું   લાગે     

ઊંચા પહાડેથી  ઝરણું  જ છ્લાન્ન્ગ  લગાવે 
દરિયો  તો પોતાના  ઘેર  જ   કુદ્યા         કરે  

જગત પણ કેવું -
દરિયા ની ખારાશ  ને  મીઠું કહે  છે 
ઝરણાની મીઠાસ નો  કોઈ ભાવ નહી 


ક્યારેય  વિચાર કર્યો છે -
ઝરણા   બધા  જો  રિસાઈ જાય
તો  દરિયા  ના   શું  હાલ થાય ?.....


દેવ'     જરા   સમજી  લેજો
દરિયો   થાઉં  કે  ઝરણું
સર્જન  કરતું  ઝરણું  લાગે
દરિયો ફાંકો મારે 
..
                                             -દેવ ........

                                                                                  

beti bchavo..................

આપણું  છે અભિયાન ,સમાજનું અભિયાન ....હાલો બંધુ ,હાલો ભગિની ,બેટી બચાવીએ,કુટુંબની છે શાન સમાજનું અભિમાન નેતા ને અભિનેતા ,બેટી બચાવીએ .........બેટી છે સાનીયા ને બેટી છે સાઈના  બેટી છે સુનીતા ને બેટી બચાવીએ બેટી છે સ્વમાન ,ના કરો અપમાન , આપો હવેતો સન્માન બેટી બચાવીએ ,બેટા બને લાગણી હિન  બેટી છે લાગણીશીલ ,સમાજ સહુ સાથેરહી ,બેટી બચાવીએ નથી એ સાપનો ભારો ,બને કુળ દીપાવનારી ,હાલો બંધુ હાલો ભગીની બેટી બચાવીએ 

Wednesday, 17 September 2014

મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ ની શુભેચ્છા

મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ ની શુભેચ્છા.

 

 

ગુજરાત ના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈમોદી સાહેબને જન્મદિન નિમિતે હું એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી સાથે ઢેર સારી સુભકામનાઓ પાઠવું છું. ભગવાન લાંબુ આયુષ્ય અર્પે અને ભારત ની સેવા કરવાનું સામર્થ્ય અર્પે એવી પ્રભુ પ્રાર્થના.