બતાવે ઝંડી લાલ
બળ બળતા બપોરે
એક સડક કિનારે .
ઝંડી ખોસી લાલ
હાથે હથોડી ઝાલ
તોડે પત્થર કાળા
એક મજુર બાળા
વિખરેલા છે બાલ
ઓઢણી પણ લાલ
વાજે હથોડા તાલ
બાળા તારા હાલ
વાહન સરકતા જાય
બાળા પત્થર ખાય
ઉપર પડતો તાપ
સૌ કોઈ કરે સંતાપ
'દેવા ' વિચારી વાત
કેવા બિચારી હાલ
બતાવે ઝંડી લાલ
બાળ મજુરી ટાલ
લાલ ઝંડી નો સાદ
જગત ને સંભળાવ
No comments:
Post a Comment