ગામડું
આકાશે ઉડતી ડમરીઓ હોય
ગાડે રણકતી ઘૂઘરીઓ હોય
ફૂલે ભમતી ભમરીઓ હોય
વાટે પડતી પગલીઓ હોય
એવું અમારું આ ગામડું જ હોય..
ઘટા ઝાડવા છાંયડીઓ હોય
બેડા ઉપાડેલ બાયડીઓ હોય
ગોચરમાં ચરતી ગાયડીઓ હોય
પીળાં ફૂલોનો રાયડીઓ હોય
એવું અમારું આ ગામડું જ હોય..
એતો અમારું ગામડું જ હોય
જાણે મજાનું નાવડું જ હોય
ફરતે સીમનો દરિયો જ હોય
પાક નો આખો ભરીયો જ હોય
એવું અમારું આ ગામડું જ હોય..
માયાળુ માછલા ભમતાજ હોય
ખાવાને બગલા ફરતા જ હોય
બાલુડા બાપડા રડતા જ હોય
બગલા બચકા ભરતા જ હોય
એવું અમારું આ ગામડું જ હોય। .
ગામડું અમારું કેવું આ ગામડું રે ?
જાણે જળ માં જબોલાતું નાવડું રે
તડકાના તાપે બળેલું આ ચામડું રે
પરસેવો વહાવતું આ ઝરણું રે
એવું અમારું આ ગામડું રે ...
મોત વગર નું આ મરણું રે
શિકાર કરેલું આ હરણું રે
બગલે ખાધેલું આ માછલું રે
ગમ્યું અમારું આ ગામડું ને ?
એવું અમારું આ ગામડું રે..
ઘમ્મર વલોણું ઘૂંઘવાટા ય હોય
અંતર વલોણે ફૂંફાડાય હોય
ચમક ચાંદલો ને સિતારા ય હોય
જન બાપડા ને બીચારાય હોય
એવું અમારું આ ગામડું જ હોય
પ્રકૃતિએ પાંગરતું ગામડું જ હોય
સંસ્કૃતિ સાચવતું ગામડું જ હોય
નગર જનોનું રમકડું ય હોય
લુંટી ખાવાનું હથકડુંય હોય
એવું અમારુંઆ ગામડું જ હોય
એવું અમારું આ ગામડું જ હોય
નેતા નચાવે તેમ નાચતુંય હોય
પારકી સોચે સોચતુંય હોય
સ્વપ્નામાં એતો રાચતુંય હોય
એવું અમારું આ ગામડું જ હોય..
વાયરાથી વાતો કરતુ જ હોય
વચનોના ભારા બાંધતું જ હોય
આકાશી તારા ચાવતુંય હોય
સૌની આંખોને ભાવતુંય હોય
એવું અમારું આ ગામડું જ હોય। .
દેવ .....
WAH BHAI BHAI
ReplyDeleteWah
ReplyDeleteKhamma dhani Bhai Bhai Bhai bhai
ReplyDeleteWah Patel Bhai kamma dhani
ReplyDelete