bordi nabor
ખંખરી ઝરબેર [બોરડી ના બોર]
ઉગી સુકા વગડમાં વાંકા કંટી બોર
રાતા પીળા ખટમ ડા આવ્યા એને બોર
ઓઢી રાતી ચુનરિયા ,ઉભી જાણે નાર
સુના સુના વગડમાં નારી લે હીલોળ
અનિલ લહેરે લહેરતી ટપ ટપ ટપકે બોર
શિર પર ઓઢી ચુંદડી પદ ભરિયું સિંદુર
સૂના વગડે સ્વાગતે ઊભી રમણી બોર
મીઠે ટહુકે બોલતી ખાવા આવો બોર
ઘાસ ગલીચો બિછાવી અર્પતી આવકાર
સૂના વગડે એકલી કરતી જય જય કાર
વળતા રસ્તે જોયું તો મન મારું મુંજાય;
બોર બધા વિણી લઈ લુંટી કોણે બેર ?
કોની નજરે એ પડી અરે ખંખેરી ઝરબેર
વસ્ત્ર વિહોણી એ ઉભી ના પાંદા ના બોર
ઝૂડી લાકડી વડે 'દેવ' ભાંગી નાખી ડાળ
સૂના વન વગડે અરે રે લુંટી નાખી નાર ?
-દેવ ........
asison ma bor khadha na khdhahoy to asvad lailo vanchine
ReplyDelete