કનૈયો ?
બંસરીનો સુર મારે સુણવો હતો
શંખનો નાદ સુણાવે કનૈયો
જિંદગીના પાવા વગાડવા હતા
ધરણીની ધારાએ સૂર રેલાવવાતા
નરસી ની કરતાલ ખખડાવે કનૈયો
ભ્રમરો ના ગુંજન મારે ગાવા હતા
મીરાં ની વાણી ગવડાવે કનૈયો
હરણી કસ્તૂરી મારે પામવી હતી
મૃગજળ ની માયામાં દોડાવે કનૈયો
ફૂલોની ઝાકળ મારે ન્હાવી હતી
સાંબેલાની ધારો ધબડાવે કનૈયો
ઘેલી ગોપીની જેમ આલી નાચવું તું
મંદિરની ગંદી ગલીઓ ભટકાવે કનૈયો
આનંદની છોળો ભરી મારે રાચવું તું
ગમગીન જિંદગી આ ઘમરોળ કનૈયો
'દેવ' જિંદગીને જેમ તેમ સરકાવે રે
દુઃખ પડે કનૈયા ને દોશ કેમ દેતો ફરે ?
-દેવ ....
No comments:
Post a Comment