રાજકુમારી
કડકડતી પોષ ઠંડીમાં
રેલ્વે પ્લેટફોર્મની ગંદકીમાં
શ્વેત કેશ સજાવેલા
મેલું વસ્ત્ર બીછાવેલું
અંજનાએ મહેલ સજાવેલો
દયા ન માંગતી
આજીજી ના કરતી
આશીર્વાદ ના અર્પતી
મૌન માત્ર મૌનથી
ભીખ એ માંગતી
આપે એનું પણ ભલું
ના'પે એનું પણ ભલું
મનમાં સંતોષ રાખતી
પણ મોટેથી ના ભાષતી
ભીખ પ્રતિબંધ વિસ્તારમાંથી
પોલિસે એક દિ અંજના પકડી
કસ્ટડીમાં જજ સામે કરી ખડી
બોલી અંજના અંગ્રેજી ફાંકડી
''મારૂ નામ અંજ્નાદેવી
હતી હું રાજકુમારી
મારા કાળ માં બગી બેસનારી
માત્ર એક કોલેજકન્યા હું હતી
સુખ વૈભવે આલોતનારી
હું નગર નરેશ કુમારી
માન પ્રતિષ્ઠા મોભો કીર્તિ
સલામો હું સ્વિકારનારી
સગા વહાલા ને સારા નગરનો
હતી હું પ્રેમ પામનારી
એક બોલ પર નાચે નગરી
એવી હતી હું રાજકુમારી
પરદેશી પાયલોટ હું પરણી
આખી દુનિયા પર છું ફરી
પરિચિત હું આકાશ પરી
એવી હતી હું રાજકુમારી
-સમય -સમય છે બળવાન
નહી મનુષ બળવાન
કાબે અર્જુન લુંટી યો
વોહી ધનુષ વોહી બાણ -
પતિ પાયલોટની સદગતિ
ફરી ગઈ જાણે મુજ મતિ
એક દીકરીની હું માં હતી
નામે નિશા એ હતી
નિશાને લઇ એક નિશા
ભટકી હું ગમે ગામ
સંબધો સૌ ખરી ગયા
જેમ પાનખરના પાન
પતિ સંપતિ સસરે લીધી
પિતા સંપતિ સૌએ લુંટી
એક નિશાએ ઝેરી જ્વર
લઈ ગયો નિશા મારી
રેલ્વે પ્લેટફોર્મ પર
સંબંધોની છેલ્લી કુંપળ
લઇ ગઈ પાનખર
જજ સાબ.........
આપના આ નગરની
રાજકુમારી બની ભિખારી
પ્લીશ છોડીદો મને
જ્માંનાતનું નથી એકપણ પાન
પાનખરનું ઠુંઠું છું જજ્સાબ.....
પ્લીશ...જજ્સાબ...
જિદગીમાં પહેલી વાર માંગું છું
આપી દોને એક લાયસન્સ
ભીખ પ્રમાણપત્ર
પ્લીશ....જજ્સાબ......
ગીવ મી લાયસન્સ ઓફ બેગ
આટલી પણ નહિ ચાલે
આ નગરની રાજકુમારીની
એક અંગત ભલામણ ?
પ્લીશ...જજ્સાબ.....
ગીવ મી લાયસન્સ ઓફ બેગ.
દેવ -
gujratna ek nres ni kumarini vastvik ghtna prthi bnelu kavy
ReplyDelete