ચણ વિદેશી ચણતું
ભાર ઉપાડ્યું ભાથું બાંધ્યું કષ્ટો શાના કાજે
અડધા રસ્તે આવી જાણ્યું આમ અચાનક આજે
પંખી થઈને માણસ ઉડતું ચણને ચણવા ચાંચે
ગામ ગોદરે ખેત પાદરે ઉડતું અવળા રસ્તે
જે મળ્યું તે ચણી ખાધું તોય પેટ ભૂખ્યું ભાસે
ચણી લીધા ચબુતરા ને ખેતર થઇ ગ્યા ખાલી
કેલીફોર્નીયા કે બોસ્ટન કોઈ રહ્યું ના બાકી
ડોલર ચણીને ગોરી ગલીમાં પી રહ્યું છે સાકી
પાસપોર્ટ પાંખે વીસાની આંખે દાણો લેતું ગોતી
ઘઉં બાજરો મકાઇ નહી પીત્જાના ચણતું મોતી
જોબ કરીને વોક કરી કલાકે ડોલર ગણતું
સાંજ પડેને થાક ઉતારે સરબતી ઘૂંટ ભરતું
વરસ નહી વરસો લગી તે ચણ વિદેશી ચણતું
વટ મારવા ને સમય લઇ તે દેશ માં પાછું ફરતું
બોલી બબડી સ્ટાઈલ થી તે ડોલર રૂપિયે ગણતું
ખોબા જેવા ખળામાં આવી ઢગલે રૂપિયે રમતું
ઉડતા ચણતા સબંધોના પીંછા ગયા વખુતી
ઉમરને પણ બાધ નડી ગઈ જુવાની ગઈ છૂટી
દેશ આવીને દરદ કર્યું ભઈ ઉતરે ગળે ના રોટી
ચંણ ચણવા ગયા અમે જે રીત હતી તે ખોટી
બાળ બગડ્યા થાળ બગાડ્યા બગડી ગઈ વાણી
ડોલારીયાને ચણતા-ચણતા ગગડી ગઈ તી ગાડી
ભાર ઉપાડ્યું ભાથું બાંધ્યું કષ્ટો શાના કાજે ?
અડધે રસ્તે આવી જાણ્યું 'દેવ ' અચાનક આજે .
-દેવ -...............
No comments:
Post a Comment