નામનું શું છે કામ ?
દોડી દુનિયા નામની પાછળ
નામ મળે નહિ આમ
ભઈ નામનું શું છે કામ.
દોડ્યો જા તું રામની પાછળ
મળશે મોટું ધામ
ભઈ નામનું શું છે કામ.
વગડે વસ્તી જ્યાં વસે ત્યાં
કરતો જા તું કામ
ભઈ નામનું શું છે કામ.
પમાંરથ ને કર તું આગળ
લઇ હરિ નું નામ
ભઈ નામ નું શું છે કામ
ધન દોલત ને માલ ખજાનો
પડી રહેશે આમ નો આમ
ભઈ નામનું શું છે કામ.
માણસ વચ્ચે રહીને કરજે
ભલ ભલાનું કામ
ભઈ નામ નું શું છે કામ.
મહેલ મિનારા ચણતો રહેજે
લોક સેવાને કાજ
ભઈ નામનું શું છે કામ
ધપતો રહેજે સદા તું આગળ
સતનો લઇ તું સાથ
ભઈ નામનું શું છે કામ.
ભગત ગાંધી સહુને સ્મરજે
કર્મનો લઇ તું સાથ
ભઈ નામનું શું છે કામ.
લોક સેવામાં રહેજે આગળ
હરખથી હૈયે રાખી હામ
ભઈ નામનું શું છે કામ
ચડતી પડતી સુખથી સહેજે
મળ્યું તને જે વૈકુઠ નું છે ઠામ
ભઇ નામનું શું છે કામ
''દેવ''આનંદે લહેરથી રહેજે
ઘર સમજીને ગામ
ભઈ નામનું શું છે કામ
--દેવ........
SEVA BHAVNA PAR PRKAS PADTU KAVY JRUR VANCHSO
ReplyDelete