સરતો જાય ચાંદલો સંગાથે
આસો માસે શરદ પૂનમની રાતે
જોને સખી ઊગ્યો છે ચાંદલિયો આભે
ચાંદલા ના તાપે રમે તારલા રાસે
રમઝટ જામી છે ચાંદની પ્રતાપે
ટમ ટમ તા આભે ચાંદની ની રાતે
જોને સખી રાત મહેંકી મધરાતે
કલ કલ તા નાદે સરિતાની સાથે
ચાંદલો હાલ્યો જાય નાવડા સંગાથે
આસો માસે શરદ પૂનમ .....
ઝગમગતી વાટે પ્રિતમની સાથે
સખી અમે હાલ્યા તા ચાંદના સંગાથે
ઢમ ઢમ તા ઢોલે રમે ગોપિ રાસે
જોને આલી ચાંદલો ફરતો સંગાથે
આસો માસે શરદ પૂનમ .......
ખડ ખડતા ગાડે ગામડાની વાટે
જોને સખી ચાંદલો સરતો સંગાથે
ખળ ખળતા ધોરિયે ખેતરના પાળીયે
ચાંદલો હાલ્યો સખી આપણાં સંગાથે
આસો માસે શરદ પૂનમ .......
સરતો જાય સાથે વાદળને મેલી પાછે
જોને સખી દોડ્યો જાય ચાંદલિયો આભે
પ્રિતમ ની જેમ પીછો કરતો જાય આભે
જોવોને ''દેવ ''સરતો જાય ચાંદલો સંગાથે
આસો માસે શરદ પૂનમ.....
---દેવ .....
.......
No comments:
Post a Comment