Saturday 19 August 2017

રુકમણી ના રાજા

અલ્યા રુકમણી ના રાજા
               કહે તને સૌ ક્રુષ્ણ રાધા
મથુરાથી તુ ગયો ગોકુળમાં
              ગોકુળથી તુ ગયો મથુરામાં
અલ્યા વસુ દેવકીના બેટા
              કહે તને સૌ નંદ યશોદા નંદન
વસુ દેવકી ગાય ગોપીકા
              દહીં મહી ને દ્રોહી સખા બંધન
                            અલ્યા રુક્મણી ના રાજા......

અલ્યા બેય હતી તુજ મમતા
             તોય દુગ્ધપાન કર્યા તે પુતના
નંદ ઘેર નહી દહી મહીંનો પાર
             તોય દહીં મહીં તુ ચોરી ચોરી ખાય
ગોકુળનુ મહી મથુરામાં વેચાય
            મામા ખાઈ બળવાન ના થઈ જાય
અલ્યા ક્રુષ્ણ થયો અજબ જુગારી
             મામા નુ માખણ ચોરી ચોરી ખાય
                         અલ્યા રુકમણી ના રાજા... ...

સોળ હજાર તારી ગોપીકા
            તોય વહાલી કેમ તને રાધીકા
સેવા કરે તારી સાત પટરાણી
           સીંગાર ભરે તુ રાણી રુકમણી
પત્નીપદ અન્યાય કરી ને
           મન મંદિરમાં રાધા સંગ બિરાજે
ક્રુષ્ણ થયો તુ ગજબ ખિલાડી
           રાસ રુકમણી  તુ રાધા સંગ રાચે
                       અલ્યા રુકમણી ના રાજા........

રુકમણી તો સદા મહાન
          પતીવ્રત આર્યાનુ છે અભિમાન
ગોપીકા ને રાધિકાનો વિરહ નામંજૂર
          રુકમણી ક્રુષ્ણ તમારી સદાસુહાગન
દ્વારીકામાં સખા સુદામા
            હેતે નવડાવુ ખવડાવુ
ઘેલી ગોપી રાધિકાને
            ક્રુષ્ણ એકજ ભાવે બિરદાવુ
                       અલ્યા રુકમણી ના રાજા.......

અરે ઓ રાજા ઓ રાણી
                થઈ જગત માં અજબ કહાણી
દેવ જગતમાં ગાતા રહેજો
                 ક્રુષ્ણ રાધા રુકમણી
                 ક્રુષ્ણ રાધા રુકમણી

--દેવ
તા.-19/8/17

             

Monday 17 July 2017

હૈયા તારી વાત


લાવ જરાં સમજી જઈએ 



લાવ જરા સમજી લઈએ હૈયા તારી વાત
લે ઘડીક પાડી લઈએ સાવ અનોખી ભાત
                          લાવ જરાં સમજી લઈએ....
    
તુ મારામાં હુ તારામા ખુપી જઈએ આજ
એક મેકના હૈયે બેસી સુણી લઈએ  વાત
                         લાવ  જરા સમજી લઈએ....


તરણા ઓથે છુપી જઈને ખોલી દઈએ રાજ
તુ મારામાં હુ તારામાં મન ખાલી કરીએ આજ
                           લાવ જરાં સમજી લઈએ ....


આવ જરા આળોટી લઈએ શમણાને સંગાથ
આપણ બન્ને જાણી લઈએ  હેતે હૈયા આજ
                          લાવ જરાં સમજી લઈએ ......


સાવ અજાણ્યા હૈયા મન જાણી લઈએ  રાગ
'દેવ' સુગંધી શ્વાસોથી  મીઠા ગાઈ લઈએ ગાન
                           લાવ જરાં સમજી લઈએ .....


-દેવ 
18/7/17








                         


                             
                       
    

સાત હાઈકુ