તડાક દઈને તુટી જાતુ
પળ ભર માં તો ફુટી જાતુ
ખળક દઈ આંખેથી વહેતુ
તડ તડ હૈયુ તુટી જાતુ
ગરમ ગાલે સરકી જાતુ
ધુળમાં ટપ ટપ ભળતુ જાતુ
હીબકે હડસેલાતુ જઈને
ભડ ભડ હૈયુ બળતુ જાતુ
શ્રાવણ થઈને ટપક્યે જાતુ
ભાદર ગર્જન કરતુ જાતુ
હોઠ જભાને ખારુ ખારુ
થર થર હૈયુ કંપ્યે જાતુ
ઝરણુ થઈને ખળ ખળ કરતુ
નશકોરાથી ઢાળે ઢળતુ
હરણાં ફાળે સર સર સરતુ
નાજુક નમણુ હૈયુ રડતુ
દડ દડ આંશુ ટપ ટપ ટપકી
હોળી હૈયે ભડ ભડ બળતી
કણ કણ માટી કાદવ કરતુ
હત ભાગીનુ હૈયુ રડતુ
રડતુ રડતુ હળવુ થઈને
અંતલના આવેગો કાઢી
મણ મણ ના જે ભાર ભર્યા તા
હળવુ હૈયુ ફર ફર ફરતુ
-દેવ તા.-4/1/2019
No comments:
Post a Comment