ભાઠામાં શેકેલા, બટાકાની ભીતરની, હુ આગ છુ.
રણ કાંઠે, પ્રયત્ને વિકસેલો, અધખીલેલો બાગ છુ.
વિશાળ પટ્ટ તમને જે દેખાયછે ખુલ્લા આકાશ તળે.
ક્ષણે ક્ષણે ,તડ તડ તતડેલી, હુ રણ ની તિરાડ છુ
તમે જુઓ છો મારા વૃદ્ધ તનપરની ચાર પાંચ કુપળોને
ધ્યાનથી જુઓ અંદર ,અંધારી બખોલનો હુ શ્વાસ છુ
ક્યાંય અનરાધાર પડતા વરસાદને તમે જોયો છે ?
હુય મારી તિરાડો છલકાવવા નદીની તલપ લઈ બેઠો છુ
ક્યાંક આંધી આવે ને , ઉડે મારા રણ ની સંવેદનાઓ
મારા પર વિસ્તરેલી શેપટ ને હુય ભભરાવવા બેઠો છુ.
દોસ્તો ઉડાવો ,તમે પણ, ખુલ્લા રણની શેપટી સંવેદના
હુ રણ કિનારેનુ નાનુ ઝાંખરુ મારા પર ઝીલવા બેઠો છુ.
--દેવ તા.- 30/1/19
No comments:
Post a Comment