કોણ કહે છે કવિ થયો છુ
બે ફાંટાળી જીભાળો હુ તો
મણી વગરનો નાગ થયો છુ
કોણ.
દુનિયાદારી નો ને સ્પંદન થયાનો
ફાંટા નો હુ બે ભાગ થયો છૂ
કોણ.
રોટી પાણી કપડાં લત્તા રળનારો હુ
ડુમો ડુસકાં આંસુનો અંગાર થયો છુ
કોણ.
ઘર સંસારી આટા પાટા અતડો હુ
અણસમજનો તો ભંગાર થયો છુ.
કોણ.
ફુંફાડા ફેલાવી હુ વાહ વાહ વહી જાઉ
શ્રોતા મન વિષપાન કરાવનહાર થયો છુ.
કોણ.
અંદર બાહર સાવ અલગ અલગ છુ
બીન બજાવ નગર, હુ નાગ થયો છુ.
કોણ.
--દેવ તા.-22/1/19
No comments:
Post a Comment