Wednesday, 30 January 2019

શેપટી સંવેદનાઓ

ભાઠામાં શેકેલા, બટાકાની ભીતરની, હુ આગ છુ.
રણ કાંઠે, પ્રયત્ને વિકસેલો, અધખીલેલો બાગ છુ.

વિશાળ પટ્ટ તમને જે દેખાયછે ખુલ્લા આકાશ તળે.
ક્ષણે ક્ષણે ,તડ તડ તતડેલી,  હુ  રણ ની  તિરાડ  છુ

તમે જુઓ છો મારા વૃદ્ધ તનપરની ચાર પાંચ કુપળોને
ધ્યાનથી જુઓ અંદર ,અંધારી બખોલનો હુ શ્વાસ છુ

ક્યાંય અનરાધાર  પડતા  વરસાદને   તમે  જોયો  છે ?
હુય મારી તિરાડો છલકાવવા નદીની તલપ લઈ બેઠો છુ

ક્યાંક આંધી આવે ને , ઉડે મારા રણ ની  સંવેદનાઓ
મારા પર વિસ્તરેલી શેપટ ને હુય ભભરાવવા બેઠો છુ.

દોસ્તો ઉડાવો ,તમે પણ, ખુલ્લા રણની શેપટી સંવેદના
હુ રણ કિનારેનુ નાનુ ઝાંખરુ  મારા પર ઝીલવા બેઠો છુ.

                          --દેવ      તા.- 30/1/19

Tuesday, 29 January 2019

નાગ થયો છુ.


કોણ કહે છે   કવિ થયો છુ

બે ફાંટાળી જીભાળો હુ તો
મણી વગરનો નાગ થયો છુ  
                               
                                                      કોણ.

દુનિયાદારી નો ને સ્પંદન થયાનો
ફાંટા નો હુ  બે   ભાગ  થયો  છૂ
                               
                                                     કોણ.

રોટી પાણી કપડાં લત્તા  રળનારો હુ
ડુમો ડુસકાં આંસુનો અંગાર થયો છુ
                                
                                                      કોણ.

ઘર સંસારી આટા પાટા અતડો હુ
અણસમજનો  તો ભંગાર થયો છુ.
                                 
                                                      કોણ.

ફુંફાડા ફેલાવી  હુ વાહ વાહ વહી જાઉ
શ્રોતા મન વિષપાન કરાવનહાર થયો છુ.
                               
                                                     કોણ.

અંદર બાહર સાવ અલગ અલગ છુ
બીન બજાવ નગર, હુ નાગ થયો છુ.
            
                                                    કોણ.

                                  --દેવ    તા.-22/1/19

Saturday, 12 January 2019

ઓળખે છે.

જગ મહી સૌ  સંબંધોને  ઓળખે છે
ને વળી કોઈ તો પ્રબંધોને ઓળખે છે

ભલામણો ની ભલી રે જગ  જમાત છે
તને કે મને નહી સૌ સંબંધને ઓળખે છે

ભલે મંદિરો ના ઘંટ તુ સદાય બજાવે છે
પ્રભુ પૂજારી નોટના પ્રબંધને ઓળખે છે

કોઈ પરગજુ ભલે સદા હાથ લંબાવે છે
અંતરેથી તો એ પણ સંબંધને ઓળખે છે

અહી જે સગપણો ની સુગંધો વહાવે છે
' દેવ ' જગતતો એ પ્રપંચો ને ઓળખે છે

         📝      --દેવ        તા.-12/1/2019

Saturday, 5 January 2019

અંતલ આવેગ

તડાક દઈને તુટી જાતુ
               પળ ભર માં તો ફુટી જાતુ
ખળક દઈ આંખેથી વહેતુ
                તડ તડ હૈયુ  તુટી જાતુ

ગરમ ગાલે સરકી જાતુ
              ધુળમાં ટપ ટપ ભળતુ જાતુ
હીબકે હડસેલાતુ જઈને
              ભડ ભડ હૈયુ બળતુ જાતુ

શ્રાવણ થઈને ટપક્યે જાતુ
              ભાદર ગર્જન  કરતુ જાતુ
હોઠ જભાને ખારુ ખારુ
               થર થર હૈયુ  કંપ્યે જાતુ

ઝરણુ થઈને ખળ ખળ કરતુ
               નશકોરાથી ઢાળે ઢળતુ
હરણાં ફાળે સર સર સરતુ
               નાજુક નમણુ હૈયુ રડતુ

દડ દડ આંશુ ટપ ટપ ટપકી
               હોળી હૈયે ભડ ભડ બળતી
કણ કણ માટી કાદવ કરતુ
                હત ભાગીનુ હૈયુ રડતુ

રડતુ રડતુ હળવુ થઈને
                અંતલના આવેગો કાઢી
મણ મણ ના જે ભાર ભર્યા તા
                 હળવુ હૈયુ ફર ફર ફરતુ

                     -દેવ   તા.-4/1/2019

Tuesday, 1 January 2019

જગત આખુય જીતીલે

જલાવી જાતને ,કરે સુવાશિત  , અન્યને  તુ તો
અગર શિખે, જગત બાતી , તવ પાસથી જો તો
જગત આખુય,  મહેકે સુગંધી, શ્વાસથી તો તો

નમાવી શિશને ,કરે અર્પણ ,રસીલા ફળને તુ તો
અગર શિખે, જગત ઝાંડવાં, તવ પાસથી જો તો
જગત આખુય,લબલબે,રસીલા રસ થી તો તો.

તપાવી તાપને,ભરે તેજથી, સૌના શ્વાસ જે તુ તો
અગર શિખે, જગત  રવિ , તવ પાસથી જો તો
જગત આખુય,  જળહળે, તવ તેજથી તો તો.

વિચારી વાતને, શિખે શિખામણ ,પાસથી તુ તો
અગર શિખે, જગત જગતના, પાસથી જો તો
જગત આખુય, જીતીલે, સાવ અમથી વાતથી તો તો.

                       -દેવ      તા.-1/1/2019