Saturday, 26 December 2015
Sunday, 15 February 2015
પરીક્ષા હરી કરે તે ખરી
પરીક્ષા હરી કરે તે ખરી
ગણિત ગણ્યું ને ભૂગોળ ભણી
પાને અક્ષર અક્ષર ગયો ચરી
પઢી પઢી પોપટ ની જેમ
અંતહ મનમાં વિદ્યા ધરી
હવે તો હરી કરે તે ખરી
ઘંટ બજ્યો ને ગયો ખંડ ભણી
પેપર ફરતું થયું હાથ ધરી
સવાલો ના જવાબો લખી
સપ્લીમેન્ટરી મેં આઠ ભરી
હવે તો હરી કરે તે ખરી
પોટલામાં બંધાઈ ગયા જવાબો
ગુટ ગુટ માં એ ગોઠવણી કરી
પરીક્ષક ની પંડિતાઈ એ
ખરી ખોટીજે નિશાની કરી
હવે તો હરી કરે તે ખરી
પરિણામ ના પડઘમ વાગ્યા
ઈન્ટરનેટ નાઅમે ફાંફે ચડ્યા
ગોતા ગોતી મેં શરુ કરી
ઉઘડી આવ્યા આંક જરી
હવે તો હારી કરે તે ખરી
પેંડા ખાતા સૌ અભિનંદન કરી
કોઈ ની આંખો આંશુ થી ભરી
આંક એક ના કારણે
સીટ અમારી ગઈ સરી
હવે તો હરી કરે તે ખરી
પરીક્ષા એ જે કસોટી કરી
કાગળિયાં અલમારી ભરી
તક ની ગોતા ગોતી કરી
દેવ તક જઈ કમોતે મરી
હવે તો હરી કરે તે ખરી
'દેવ'---------
ગણિત ગણ્યું ને ભૂગોળ ભણી
પાને અક્ષર અક્ષર ગયો ચરી
પઢી પઢી પોપટ ની જેમ
અંતહ મનમાં વિદ્યા ધરી
હવે તો હરી કરે તે ખરી
ઘંટ બજ્યો ને ગયો ખંડ ભણી
પેપર ફરતું થયું હાથ ધરી
સવાલો ના જવાબો લખી
સપ્લીમેન્ટરી મેં આઠ ભરી
હવે તો હરી કરે તે ખરી
પોટલામાં બંધાઈ ગયા જવાબો
ગુટ ગુટ માં એ ગોઠવણી કરી
પરીક્ષક ની પંડિતાઈ એ
ખરી ખોટીજે નિશાની કરી
હવે તો હરી કરે તે ખરી
પરિણામ ના પડઘમ વાગ્યા
ઈન્ટરનેટ નાઅમે ફાંફે ચડ્યા
ગોતા ગોતી મેં શરુ કરી
ઉઘડી આવ્યા આંક જરી
હવે તો હારી કરે તે ખરી
પેંડા ખાતા સૌ અભિનંદન કરી
કોઈ ની આંખો આંશુ થી ભરી
આંક એક ના કારણે
સીટ અમારી ગઈ સરી
હવે તો હરી કરે તે ખરી
પરીક્ષા એ જે કસોટી કરી
કાગળિયાં અલમારી ભરી
તક ની ગોતા ગોતી કરી
દેવ તક જઈ કમોતે મરી
હવે તો હરી કરે તે ખરી
'દેવ'---------
Thursday, 29 January 2015
ખટ મધુરી લાડલી હતી
ખટ મધુરી લાડલી હતી
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
ગામને ગોચર બોરડી ઉભી
વાંકા કંટી નાગણ જેવી
મેં ઝૂડીતી ધોકલે ઘણી
તે ભોક્યોતો વાકલો કાંટો
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
એક ઉનાળે હોલી વિહાણી
હું ચડ્યો તો ઈંડા જોવાને
પાતળો કાંટો તે ભોક્યો તો
પગ પેસાડી પાપની સજા
બોરડી તારા ....
એક ચોમાસે આછ્લી સીજન
બોર જોઇને હું લલચાયો
બોર ખાંટા મેં ખુબ ખાધાતા
ખાંસી ખાંસીને હું પાક્યો તો
બોરડી તારા ....
એક શિયાળે ખુબ ફળી તી
પીળાં પાક્યા બોર તારા તો
બોર ખાવાને હું ચડ્યો તો
વાયરો વેરી જોકો દીધો
બોરડી તારા ......
હું તારાથી હેઠો પડ્યો તો
પગ ઘૂંટણ ને ગોબો પડ્યો તો
પગ મારો લપસી પડ્યો તો
ને દશ દાડા નો ખાટલો દીધો
બોરડી તારા......
નવી સીઝ ન ના બોર પાક્યા તા
ખટ મધુરા રાતડા મીઠા
બોરડી તે બોલાવી લીધો તો
ભૂલી ગયો તો પગની પીડા
બોરડી તારા.......
તારી ને મારી ગાંઠડી હતી
બોરડી વેરણ વ્હાલડી હતી
હાડ ભાંગે કે કાંટો ચુભાડે
' દેવ' ખટ મધૂરી લાડલી હતી
બોરડી તારા ......
-દેવ ..........
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
ગામને ગોચર બોરડી ઉભી
વાંકા કંટી નાગણ જેવી
મેં ઝૂડીતી ધોકલે ઘણી
તે ભોક્યોતો વાકલો કાંટો
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
એક ઉનાળે હોલી વિહાણી
હું ચડ્યો તો ઈંડા જોવાને
પાતળો કાંટો તે ભોક્યો તો
પગ પેસાડી પાપની સજા
બોરડી તારા ....
એક ચોમાસે આછ્લી સીજન
બોર જોઇને હું લલચાયો
બોર ખાંટા મેં ખુબ ખાધાતા
ખાંસી ખાંસીને હું પાક્યો તો
બોરડી તારા ....
એક શિયાળે ખુબ ફળી તી
પીળાં પાક્યા બોર તારા તો
બોર ખાવાને હું ચડ્યો તો
વાયરો વેરી જોકો દીધો
બોરડી તારા ......
હું તારાથી હેઠો પડ્યો તો
પગ ઘૂંટણ ને ગોબો પડ્યો તો
પગ મારો લપસી પડ્યો તો
ને દશ દાડા નો ખાટલો દીધો
બોરડી તારા......
નવી સીઝ ન ના બોર પાક્યા તા
ખટ મધુરા રાતડા મીઠા
બોરડી તે બોલાવી લીધો તો
ભૂલી ગયો તો પગની પીડા
બોરડી તારા.......
તારી ને મારી ગાંઠડી હતી
બોરડી વેરણ વ્હાલડી હતી
હાડ ભાંગે કે કાંટો ચુભાડે
' દેવ' ખટ મધૂરી લાડલી હતી
બોરડી તારા ......
-દેવ ..........
Wednesday, 28 January 2015
Devabhai Patel Dhanera: 'જનની ' માં ની મમતા વ્યક્ત કરતું કાવ્ય
Devabhai Patel Dhanera: 'જનની ' માં ની મમતા વ્યક્ત કરતું કાવ્ય: 'જનની ' મા અર્પતી જનની મુજને મમતા સઘળી દુનિયા તુજને નમતી રખડી ભટકી ખુદના બળથી તનના કટકા તુજતો કરતી વડવાનલ ત...
'જનની ' માં ની મમતા વ્યક્ત કરતું કાવ્ય
'જનની ' મા
અર્પતી જનની મુજને મમતા
સઘળી દુનિયા તુજને નમતી
રખડી ભટકી ખુદના બળથી
તનના કટકા તુજતો કરતી
વડવાનલ તો જલતો હ્રદયે
હસતી રહતી તું છતાં હરખે
દિન રાત એક તું કરે દુઃખથી
કે તવ શિશું હમેશ રહે સુખથી
તુજ જીવન જોયું પ્રભુ સરખું
ધરતીસરખી મુજ માં પરખું
નભ મંડળ માં હરણી ઉગતી
કુળ મંડળ માં જનની દીપતી
તુજ આતમમાં સમતા વસતી
મુખ કમળ થી મમતા દ્રવતી
'દેવ' જગતમાં હરખે ગુંજતા
મળશે મમતા જનની પૂજતા
-દેવ ......
અર્પતી જનની મુજને મમતા
સઘળી દુનિયા તુજને નમતી
રખડી ભટકી ખુદના બળથી
તનના કટકા તુજતો કરતી
વડવાનલ તો જલતો હ્રદયે
હસતી રહતી તું છતાં હરખે
દિન રાત એક તું કરે દુઃખથી
કે તવ શિશું હમેશ રહે સુખથી
તુજ જીવન જોયું પ્રભુ સરખું
ધરતીસરખી મુજ માં પરખું
નભ મંડળ માં હરણી ઉગતી
કુળ મંડળ માં જનની દીપતી
તુજ આતમમાં સમતા વસતી
મુખ કમળ થી મમતા દ્રવતી
'દેવ' જગતમાં હરખે ગુંજતા
મળશે મમતા જનની પૂજતા
-દેવ ......
Friday, 9 January 2015
કૃષ્ણ તું તો કાળો છતાં
કૃષ્ણ તું તો કાળો છતાં
કૃષ્ણ તું તો કાળો છતાં
સૌ કોઈને વ્હાલો લાગે રે
હું જો કાળો હોઉં તોતો
કોઈ ના મારા સામુ ભાળે રે
તું તો માખણ નો ચોર છતાં
સૌ કોઈને પ્યારો લાગે રે
હું જો થાઉં ચોર તો તો
ચર્ચા ચારે કોર ચાલે રે
કૃષ્ણ કરે લીલા છતાં
સૌ નો એ તો લાડકવાયો રે
હું જો કરું લીલા એવી
નિલામી થાય આબરૂ મારી રે
પાંડવ -કૌરવ પક્ષે રહીને
કુરુક્ષેત્ર માં કારસો રચે રે
હું જો કર્મો એવા કરું
નારદજીની પદવી પામું રે
કૃષ્ણ તારી ગતિ ન્યારી
સૌ કોઈને શાણી લાગે રે
હું જો કરું ગતિ એવી
ગાડી મારી અવળી ચાલે રે
કૃષ્ણ બોલે અર્જુન સુણે
સૌ કોઈ એને ગીતા માની રે
હું જો ગીતો એવા લખું
સૌ ગીતો મારા ગાળો માંને રે
કૃષ્ણ કાળો રાધા ગોરી
સૌ કોઈને ગમતી જોડી રે
હું જોડી જો એવી કરું તો
દહીંથરું લઈ કાગડો ગયો રે
કૃષ્ણ તારી લગન લાગી
શું કરું હું ઝબકી જાગું રે
ગાંડા ઘેલા ગીતો લખી
હૈયું મારું ખાલી કરું રે
કૃષ્ણ તને યાદ કરીને
ગાવી લઉં ગીતમાં મારા રે
સૌ કોઈ કહે કઈ પણ ,દેવા'
કૃષ્ણ મય મારું મનડું ડોલે રે
દેવ...........
કૃષ્ણ તું તો કાળો છતાં
સૌ કોઈને વ્હાલો લાગે રે
હું જો કાળો હોઉં તોતો
કોઈ ના મારા સામુ ભાળે રે
તું તો માખણ નો ચોર છતાં
સૌ કોઈને પ્યારો લાગે રે
હું જો થાઉં ચોર તો તો
ચર્ચા ચારે કોર ચાલે રે
કૃષ્ણ કરે લીલા છતાં
સૌ નો એ તો લાડકવાયો રે
હું જો કરું લીલા એવી
નિલામી થાય આબરૂ મારી રે
પાંડવ -કૌરવ પક્ષે રહીને
કુરુક્ષેત્ર માં કારસો રચે રે
હું જો કર્મો એવા કરું
નારદજીની પદવી પામું રે
કૃષ્ણ તારી ગતિ ન્યારી
સૌ કોઈને શાણી લાગે રે
હું જો કરું ગતિ એવી
ગાડી મારી અવળી ચાલે રે
કૃષ્ણ બોલે અર્જુન સુણે
સૌ કોઈ એને ગીતા માની રે
હું જો ગીતો એવા લખું
સૌ ગીતો મારા ગાળો માંને રે
કૃષ્ણ કાળો રાધા ગોરી
સૌ કોઈને ગમતી જોડી રે
હું જોડી જો એવી કરું તો
દહીંથરું લઈ કાગડો ગયો રે
કૃષ્ણ તારી લગન લાગી
શું કરું હું ઝબકી જાગું રે
ગાંડા ઘેલા ગીતો લખી
હૈયું મારું ખાલી કરું રે
કૃષ્ણ તને યાદ કરીને
ગાવી લઉં ગીતમાં મારા રે
સૌ કોઈ કહે કઈ પણ ,દેવા'
કૃષ્ણ મય મારું મનડું ડોલે રે
દેવ...........
Wednesday, 7 January 2015
અખંડ હિંદુસ્થાન
અખંડ હિંદુસ્થાન
વિજય ગરવી ભારતમાત ,બલિદાને થઇ આઝાદ
વીર શહીદોની શહાદતે , શોભ્યું શીશ તુજ કશ્મીર
કુરબાન થઇ જાત , તુજ શીશ પામવા જ માત
શત્રુ ઉઠાવે તુજ પર આંખ ,ફોડી ના ખુ એ આંખ
શાંતિ રાખને મુસલરાજ , કહે છે હિન્દ વારંવાર
છોડી દેને કાશ્મીર ભઈ , ગોત્યો નહી જડશે મિલ
વીર સૈનિકોનો છે સાદ , ખદેડી દેશે સીમ બાર
મૂરખ સમજી જાને સાન ' પડાવી લેશું પાકિસ્તાન
હિન્દ વીરોનું પાક નિશાન ,ધોરી શાહીન ફૂટા ઠામ
પડ્યો જો પૃથ્વીનો પડકાર થશે પાક નામ નિશાન
નીકળશે નિયંત્રણ રેખ । હિન્દ- પાકી બનશે એક
તિરંગા નો પડશે સાદ , અખંડ બનશે હિન્દુસ્તાન ,
દેવ ........
વિજય ગરવી ભારતમાત ,બલિદાને થઇ આઝાદ
વીર શહીદોની શહાદતે , શોભ્યું શીશ તુજ કશ્મીર
કુરબાન થઇ જાત , તુજ શીશ પામવા જ માત
શત્રુ ઉઠાવે તુજ પર આંખ ,ફોડી ના ખુ એ આંખ
શાંતિ રાખને મુસલરાજ , કહે છે હિન્દ વારંવાર
છોડી દેને કાશ્મીર ભઈ , ગોત્યો નહી જડશે મિલ
વીર સૈનિકોનો છે સાદ , ખદેડી દેશે સીમ બાર
મૂરખ સમજી જાને સાન ' પડાવી લેશું પાકિસ્તાન
હિન્દ વીરોનું પાક નિશાન ,ધોરી શાહીન ફૂટા ઠામ
પડ્યો જો પૃથ્વીનો પડકાર થશે પાક નામ નિશાન
નીકળશે નિયંત્રણ રેખ । હિન્દ- પાકી બનશે એક
તિરંગા નો પડશે સાદ , અખંડ બનશે હિન્દુસ્તાન ,
દેવ ........
Subscribe to:
Posts (Atom)