કૃષ્ણ તું તો કાળો છતાં
કૃષ્ણ તું તો કાળો છતાં
સૌ કોઈને વ્હાલો લાગે રે
હું જો કાળો હોઉં તોતો
કોઈ ના મારા સામુ ભાળે રે
તું તો માખણ નો ચોર છતાં
સૌ કોઈને પ્યારો લાગે રે
હું જો થાઉં ચોર તો તો
ચર્ચા ચારે કોર ચાલે રે
કૃષ્ણ કરે લીલા છતાં
સૌ નો એ તો લાડકવાયો રે
હું જો કરું લીલા એવી
નિલામી થાય આબરૂ મારી રે
પાંડવ -કૌરવ પક્ષે રહીને
કુરુક્ષેત્ર માં કારસો રચે રે
હું જો કર્મો એવા કરું
નારદજીની પદવી પામું રે
કૃષ્ણ તારી ગતિ ન્યારી
સૌ કોઈને શાણી લાગે રે
હું જો કરું ગતિ એવી
ગાડી મારી અવળી ચાલે રે
કૃષ્ણ બોલે અર્જુન સુણે
સૌ કોઈ એને ગીતા માની રે
હું જો ગીતો એવા લખું
સૌ ગીતો મારા ગાળો માંને રે
કૃષ્ણ કાળો રાધા ગોરી
સૌ કોઈને ગમતી જોડી રે
હું જોડી જો એવી કરું તો
દહીંથરું લઈ કાગડો ગયો રે
કૃષ્ણ તારી લગન લાગી
શું કરું હું ઝબકી જાગું રે
ગાંડા ઘેલા ગીતો લખી
હૈયું મારું ખાલી કરું રે
કૃષ્ણ તને યાદ કરીને
ગાવી લઉં ગીતમાં મારા રે
સૌ કોઈ કહે કઈ પણ ,દેવા'
કૃષ્ણ મય મારું મનડું ડોલે રે
દેવ...........
કૃષ્ણ તું તો કાળો છતાં
સૌ કોઈને વ્હાલો લાગે રે
હું જો કાળો હોઉં તોતો
કોઈ ના મારા સામુ ભાળે રે
તું તો માખણ નો ચોર છતાં
સૌ કોઈને પ્યારો લાગે રે
હું જો થાઉં ચોર તો તો
ચર્ચા ચારે કોર ચાલે રે
કૃષ્ણ કરે લીલા છતાં
સૌ નો એ તો લાડકવાયો રે
હું જો કરું લીલા એવી
નિલામી થાય આબરૂ મારી રે
પાંડવ -કૌરવ પક્ષે રહીને
કુરુક્ષેત્ર માં કારસો રચે રે
હું જો કર્મો એવા કરું
નારદજીની પદવી પામું રે
કૃષ્ણ તારી ગતિ ન્યારી
સૌ કોઈને શાણી લાગે રે
હું જો કરું ગતિ એવી
ગાડી મારી અવળી ચાલે રે
કૃષ્ણ બોલે અર્જુન સુણે
સૌ કોઈ એને ગીતા માની રે
હું જો ગીતો એવા લખું
સૌ ગીતો મારા ગાળો માંને રે
કૃષ્ણ કાળો રાધા ગોરી
સૌ કોઈને ગમતી જોડી રે
હું જોડી જો એવી કરું તો
દહીંથરું લઈ કાગડો ગયો રે
કૃષ્ણ તારી લગન લાગી
શું કરું હું ઝબકી જાગું રે
ગાંડા ઘેલા ગીતો લખી
હૈયું મારું ખાલી કરું રે
કૃષ્ણ તને યાદ કરીને
ગાવી લઉં ગીતમાં મારા રે
સૌ કોઈ કહે કઈ પણ ,દેવા'
કૃષ્ણ મય મારું મનડું ડોલે રે
દેવ...........
No comments:
Post a Comment