'જનની ' મા
અર્પતી જનની મુજને મમતા
સઘળી દુનિયા તુજને નમતી
રખડી ભટકી ખુદના બળથી
તનના કટકા તુજતો કરતી
વડવાનલ તો જલતો હ્રદયે
હસતી રહતી તું છતાં હરખે
દિન રાત એક તું કરે દુઃખથી
કે તવ શિશું હમેશ રહે સુખથી
તુજ જીવન જોયું પ્રભુ સરખું
ધરતીસરખી મુજ માં પરખું
નભ મંડળ માં હરણી ઉગતી
કુળ મંડળ માં જનની દીપતી
તુજ આતમમાં સમતા વસતી
મુખ કમળ થી મમતા દ્રવતી
'દેવ' જગતમાં હરખે ગુંજતા
મળશે મમતા જનની પૂજતા
-દેવ ......
અર્પતી જનની મુજને મમતા
સઘળી દુનિયા તુજને નમતી
રખડી ભટકી ખુદના બળથી
તનના કટકા તુજતો કરતી
વડવાનલ તો જલતો હ્રદયે
હસતી રહતી તું છતાં હરખે
દિન રાત એક તું કરે દુઃખથી
કે તવ શિશું હમેશ રહે સુખથી
તુજ જીવન જોયું પ્રભુ સરખું
ધરતીસરખી મુજ માં પરખું
નભ મંડળ માં હરણી ઉગતી
કુળ મંડળ માં જનની દીપતી
તુજ આતમમાં સમતા વસતી
મુખ કમળ થી મમતા દ્રવતી
'દેવ' જગતમાં હરખે ગુંજતા
મળશે મમતા જનની પૂજતા
-દેવ ......
No comments:
Post a Comment