ખટ મધુરી લાડલી હતી
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
ગામને ગોચર બોરડી ઉભી
વાંકા કંટી નાગણ જેવી
મેં ઝૂડીતી ધોકલે ઘણી
તે ભોક્યોતો વાકલો કાંટો
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
એક ઉનાળે હોલી વિહાણી
હું ચડ્યો તો ઈંડા જોવાને
પાતળો કાંટો તે ભોક્યો તો
પગ પેસાડી પાપની સજા
બોરડી તારા ....
એક ચોમાસે આછ્લી સીજન
બોર જોઇને હું લલચાયો
બોર ખાંટા મેં ખુબ ખાધાતા
ખાંસી ખાંસીને હું પાક્યો તો
બોરડી તારા ....
એક શિયાળે ખુબ ફળી તી
પીળાં પાક્યા બોર તારા તો
બોર ખાવાને હું ચડ્યો તો
વાયરો વેરી જોકો દીધો
બોરડી તારા ......
હું તારાથી હેઠો પડ્યો તો
પગ ઘૂંટણ ને ગોબો પડ્યો તો
પગ મારો લપસી પડ્યો તો
ને દશ દાડા નો ખાટલો દીધો
બોરડી તારા......
નવી સીઝ ન ના બોર પાક્યા તા
ખટ મધુરા રાતડા મીઠા
બોરડી તે બોલાવી લીધો તો
ભૂલી ગયો તો પગની પીડા
બોરડી તારા.......
તારી ને મારી ગાંઠડી હતી
બોરડી વેરણ વ્હાલડી હતી
હાડ ભાંગે કે કાંટો ચુભાડે
' દેવ' ખટ મધૂરી લાડલી હતી
બોરડી તારા ......
-દેવ ..........
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
ગામને ગોચર બોરડી ઉભી
વાંકા કંટી નાગણ જેવી
મેં ઝૂડીતી ધોકલે ઘણી
તે ભોક્યોતો વાકલો કાંટો
બોરડી તારા બોર ખાધા મેં
કેમ કરી હું ભૂલી જાઉં
એક ઉનાળે હોલી વિહાણી
હું ચડ્યો તો ઈંડા જોવાને
પાતળો કાંટો તે ભોક્યો તો
પગ પેસાડી પાપની સજા
બોરડી તારા ....
એક ચોમાસે આછ્લી સીજન
બોર જોઇને હું લલચાયો
બોર ખાંટા મેં ખુબ ખાધાતા
ખાંસી ખાંસીને હું પાક્યો તો
બોરડી તારા ....
એક શિયાળે ખુબ ફળી તી
પીળાં પાક્યા બોર તારા તો
બોર ખાવાને હું ચડ્યો તો
વાયરો વેરી જોકો દીધો
બોરડી તારા ......
હું તારાથી હેઠો પડ્યો તો
પગ ઘૂંટણ ને ગોબો પડ્યો તો
પગ મારો લપસી પડ્યો તો
ને દશ દાડા નો ખાટલો દીધો
બોરડી તારા......
નવી સીઝ ન ના બોર પાક્યા તા
ખટ મધુરા રાતડા મીઠા
બોરડી તે બોલાવી લીધો તો
ભૂલી ગયો તો પગની પીડા
બોરડી તારા.......
તારી ને મારી ગાંઠડી હતી
બોરડી વેરણ વ્હાલડી હતી
હાડ ભાંગે કે કાંટો ચુભાડે
' દેવ' ખટ મધૂરી લાડલી હતી
બોરડી તારા ......
-દેવ ..........