Tuesday, 23 September 2014

Devabhai Patel Dhanera: namnu su chhe kam

Devabhai Patel Dhanera: namnu su chhe kam:                      નામનું  શું છે કામ ?     દોડી દુનિયા નામની પાછળ                નામ મળે નહિ  આમ                             ભ...

namnu su chhe kam

                     નામનું  શું છે કામ ?    

દોડી દુનિયા નામની પાછળ 
              નામ મળે નહિ  આમ 
                           ભઈ નામનું શું છે કામ.

દોડ્યો જા તું રામની પાછળ 
                       મળશે મોટું ધામ
                            ભઈ નામનું શું છે કામ.

વગડે વસ્તી જ્યાં વસે ત્યાં 
                     કરતો જા તું કામ  
                              ભઈ નામનું શું છે કામ.

પમાંરથ ને કર તું આગળ 
                    લઇ હરિ  નું નામ 
                               ભઈ  નામ નું શું છે કામ   

ધન દોલત ને માલ ખજાનો 
                  પડી રહેશે આમ નો આમ 
                              ભઈ નામનું શું છે કામ.

માણસ વચ્ચે રહીને કરજે 
                      ભલ ભલાનું  કામ  
                             ભઈ નામ નું શું છે કામ.

મહેલ મિનારા ચણતો રહેજે 
                    લોક સેવાને કાજ 
                           ભઈ નામનું શું છે કામ 

ધપતો રહેજે સદા તું આગળ 
                  સતનો લઇ તું સાથ 
                           ભઈ નામનું શું છે કામ.

ભગત ગાંધી સહુને સ્મરજે 
                કર્મનો લઇ તું સાથ 
                        ભઈ નામનું શું છે કામ.

લોક સેવામાં રહેજે આગળ 
             હરખથી હૈયે રાખી હામ 
                      ભઈ નામનું શું છે કામ 

ચડતી પડતી સુખથી સહેજે 
             મળ્યું તને જે વૈકુઠ નું છે ઠામ       
                           ભઇ નામનું શું છે કામ 


''દેવ''આનંદે લહેરથી રહેજે 
                 ઘર સમજીને ગામ
                         ભઈ નામનું શું છે કામ 


                                --દેવ........

 
         

Monday, 22 September 2014

Devabhai Patel Dhanera: pachha farya..........

Devabhai Patel Dhanera: pachha farya..........:                   પાછા ફર્યા ....... લુંટારા અમે લુંટવા ગયા  ને ખુદ લુંટાઈ પાછા ફર્યા  . ગગનને  ઘા પાડવા ગયા  ઘા દિલને દઈ અમે પ...

tak no tribheto

                  તક 
તાકી રહ્યો હું તકને 
તક તાકી રહી મને 

રીબાતું  ભાગ્ય વચ્ચે 
પીસાતું   એ અધવચ્ચે

તકને  ભાગ્ય  નડે
મને પણ તે નડે
ને પાછું એ રડે

એક દિ થયો ત્રીભેટો
તક ભાગ્ય ને મારો

અજબ આ સથવારો
'દેવ' નવો જન્મારો

           -દેવ.....

Sunday, 21 September 2014

pachha farya..........

                  પાછા ફર્યા .......

લુંટારા અમે લુંટવા ગયા 
ને ખુદ લુંટાઈ પાછા ફર્યા  .

ગગનને  ઘા પાડવા ગયા 
ઘા દિલને દઈ અમે પાછા ફર્યા  .

જગતને દેવા  શિક્ષા ગયા 
બોધ લઇ અમે પાછા ફર્યા  .

જખમ દિલને દીધે ગયા 
કવિ થઇ અમે પાછા ફર્યા .

''દેવ '' જિંદગી જીવી ગયા                          
જે  કંઈક લઇ  પાછા ફર્યા .

              --દેવ ....



                 

Saturday, 20 September 2014

kagal sathe prit

કાગળ સાથે પ્રીત 

અડધી રાતે ઉઠ્યો તો હું  
લખવા કોરો કાગળ  

સાવ અજાણે આવી ઉગ્યા 
સમણાં આંખો આગળ 

છાના છપના શબ્દો ઉગ્યા 
પરણો પરના જાકળ 

કરની કલમે વરસી ઉઠ્યા 
અક્ષર અક્ષર વાદળ  

ફણગે ફણગે ઉગી ઉઠ્યા 
જગ મગ જીવન ફૂલડાં 

અલક મલક થી ઉભરી ઉઠ્યા  
ચહેરા નયનો અગળ 
અક્ષર અક્ષર મરકી ઉઠ્યા 
સીમ તણા સાજણ 

માણસ થઈને નિખરી ઉઠ્યા 
આમ અચાનક કાગળ 
સાવ અજાણે હળવે હળવે 
કાગળ સાથે પ્રીત 

''દેવ''અજાણે હળવે હળવે 
અમથી થઇ ગઈ જીત..

                                       ---દેવ.........


            

Friday, 19 September 2014

''kamani'' manas farto kamani karto

''કમાણી ''
ગામ નગરને ગલી ચોકમાં 
                 માણસ ફરતો કમાણી કરતો 
એક અભરખા આ રહ્યા રે 
                 બાકી સુપડા સાફ થયા છે 
ગુણ અવગુણ ને ઢીલા મેલી 
                  રૂપિયા નો એ દાસ થયો છે 
પરમારથ ધરીને આગળ 
                 સાધવા સ્વાર્થ સજ્જ થયો છે 

પશુઓ ને પંપાળી લઈને 
                   રૂપિયે રમવા રાસ રચ્યો છે 
માણસ તારી માણસાઈને 
                   રૂપિયા કેરો કાટ લાગ્યો છે 
ભાવ સબંધ તો ભરમ થયા 
                   રૂપિયા માં તો રામ રહ્યો છે  

Thursday, 18 September 2014

zrana ne dariyo thvu nathi


ઝરણા ને  દરિયો  થવું નથી ગમતું ,

મોટા થઈને ખારા  થવું  એના કરતા  
નાના  રહીને  મીઠા    રહેવું         સારું    


ખળ ખળ  નું    મધુર ગુંજન સૌને ગમે 
દરિયાના  ફૂમ્ફાડે   તો     સૌ  કોઈ  ડરે    


ભય તો હમેસા    દરીયાનોજ  હોય        
ઝરણું  તો  હમેશા  પોતાનું   લાગે     

ઊંચા પહાડેથી  ઝરણું  જ છ્લાન્ન્ગ  લગાવે 
દરિયો  તો પોતાના  ઘેર  જ   કુદ્યા         કરે  

જગત પણ કેવું -
દરિયા ની ખારાશ  ને  મીઠું કહે  છે 
ઝરણાની મીઠાસ નો  કોઈ ભાવ નહી 


ક્યારેય  વિચાર કર્યો છે -
ઝરણા   બધા  જો  રિસાઈ જાય
તો  દરિયા  ના   શું  હાલ થાય ?.....


દેવ'     જરા   સમજી  લેજો
દરિયો   થાઉં  કે  ઝરણું
સર્જન  કરતું  ઝરણું  લાગે
દરિયો ફાંકો મારે 
..
                                             -દેવ ........

                                                                                  

beti bchavo..................

આપણું  છે અભિયાન ,સમાજનું અભિયાન ....હાલો બંધુ ,હાલો ભગિની ,બેટી બચાવીએ,કુટુંબની છે શાન સમાજનું અભિમાન નેતા ને અભિનેતા ,બેટી બચાવીએ .........બેટી છે સાનીયા ને બેટી છે સાઈના  બેટી છે સુનીતા ને બેટી બચાવીએ બેટી છે સ્વમાન ,ના કરો અપમાન , આપો હવેતો સન્માન બેટી બચાવીએ ,બેટા બને લાગણી હિન  બેટી છે લાગણીશીલ ,સમાજ સહુ સાથેરહી ,બેટી બચાવીએ નથી એ સાપનો ભારો ,બને કુળ દીપાવનારી ,હાલો બંધુ હાલો ભગીની બેટી બચાવીએ 

Wednesday, 17 September 2014

મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ ની શુભેચ્છા

મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ ની શુભેચ્છા.

 

 

ગુજરાત ના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈમોદી સાહેબને જન્મદિન નિમિતે હું એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી સાથે ઢેર સારી સુભકામનાઓ પાઠવું છું. ભગવાન લાંબુ આયુષ્ય અર્પે અને ભારત ની સેવા કરવાનું સામર્થ્ય અર્પે એવી પ્રભુ પ્રાર્થના.