લાવ જરાં સમજી જઈએ
લાવ જરા સમજી લઈએ હૈયા તારી વાત
લે ઘડીક પાડી લઈએ સાવ અનોખી ભાત
લાવ જરાં સમજી લઈએ....
તુ મારામાં હુ તારામા ખુપી જઈએ આજ
એક મેકના હૈયે બેસી સુણી લઈએ વાત
તુ મારામાં હુ તારામા ખુપી જઈએ આજ
એક મેકના હૈયે બેસી સુણી લઈએ વાત
લાવ જરા સમજી લઈએ....
તરણા ઓથે છુપી જઈને ખોલી દઈએ રાજ
તુ મારામાં હુ તારામાં મન ખાલી કરીએ આજ
તરણા ઓથે છુપી જઈને ખોલી દઈએ રાજ
તુ મારામાં હુ તારામાં મન ખાલી કરીએ આજ
લાવ જરાં સમજી લઈએ ....
આવ જરા આળોટી લઈએ શમણાને સંગાથ
આપણ બન્ને જાણી લઈએ હેતે હૈયા આજ
આવ જરા આળોટી લઈએ શમણાને સંગાથ
આપણ બન્ને જાણી લઈએ હેતે હૈયા આજ
લાવ જરાં સમજી લઈએ ......
સાવ અજાણ્યા હૈયા મન જાણી લઈએ રાગ
'દેવ' સુગંધી શ્વાસોથી મીઠા ગાઈ લઈએ ગાન
સાવ અજાણ્યા હૈયા મન જાણી લઈએ રાગ
'દેવ' સુગંધી શ્વાસોથી મીઠા ગાઈ લઈએ ગાન
No comments:
Post a Comment