Saturday, 26 December 2015

pradushan poluson

મહાનગર ના  ચૌરાહ પાસે 

ટી  સ્ટોલ ના બાંકડે બેસીને 

અવાજ ,ધુમાડાનું પ્રદુસણ પીધું 

ને મારું ચડેલું માથું ઉતરી ગયું .


ચૌરાહ વચ્ચે આંબેડકર નું બાવલું 

કેટલાય વરસો થી 

ટી સ્ટોલ વાળાની પાસે 

એક હાથ ઉંચો કરીને 

એક આંગળીનો સંકેત કરીને 

એક કપ ચા માંગે છે.


ચારેય માર્ગોથી 

વાહનો આવેછે ,હોર્ન વગાડે છે 

ધુમાડો ને અવાજ છોડી 

સૌ  ચાલ્યા જાય છે.

 

પણ 

આ મહાપુરુષ ની ઈચ્છા 

નથી ટી  સ્ટોલ સંતોષતો 

કે નથી  પર્યાવરણ વાદીઓ .


                       -દેવ