Sunday, 12 October 2014
Devabhai Patel Dhanera: ek taras chhe
Devabhai Patel Dhanera: ek taras chhe: એક તરસ છે ... એક તરસ છે છાની - છાની છપની મન મલકાવી વાયુ થ...
Saturday, 11 October 2014
ek taras chhe
એક તરસ છે ...
મન મલકાવી વાયુ થી વાતો કરતી
હૈયે હરણી રહેતી ઉધમ પછાડા કરતી
સ્મરણ થાય ને મન મોરલીએ ઊઠે ગહેકી
એક તરસ છે છાની-છાની છપની।
પ્રાણોને પણ લાગે પ્યારી મધુ માદક ઝરતી
વૈકુઠ ને પણ વારી જાતી શૈયે શમણાં કરતી
શમણાં સાચા કરવા એ ઉધમ પછાડા કરતી
પછડાતો રોજ ખાધા કરે ઉછાળા એ ભરતી
એક તરસ છે છાની-છાની છપની।
રોજ પ્રભાતે વહેલી ઊઠી ટ્રેક પર દોડ્યા કરતી
નવા જમાને નાજુક નમણી હોઠે ગુંજ્યા કરતી
ત્રણ ભુવનમાં તરી જવા તોરણીએ ડગલા ભરતી
નેટ જમણે ઝાળ લગાવી ફેસબુકિયા ફ્રેન્ડ કરતી
એક તરસ છે છાની-છાની છપની।
લાઇક મળે કે સેર કરે હરખ પદી હરખાતી
બ્લોગ બની કે વેબ બની પડદા પર ઉભરાતી
નેટ નસે નસ ફરી વળીને સૌની સાથે સરતી
''દેવ ''જુવોને મસ્ત થઈને તરસ કેવી તરફડતી
એક તરસ છે છાની-છાની છપની।
--દેવ.....
Monday, 6 October 2014
sarto jay chandlo sangathe
સરતો જાય ચાંદલો સંગાથે
આસો માસે શરદ પૂનમની રાતે
જોને સખી ઊગ્યો છે ચાંદલિયો આભે
ચાંદલા ના તાપે રમે તારલા રાસે
રમઝટ જામી છે ચાંદની પ્રતાપે
ટમ ટમ તા આભે ચાંદની ની રાતે
જોને સખી રાત મહેંકી મધરાતે
કલ કલ તા નાદે સરિતાની સાથે
ચાંદલો હાલ્યો જાય નાવડા સંગાથે
આસો માસે શરદ પૂનમ .....
ઝગમગતી વાટે પ્રિતમની સાથે
સખી અમે હાલ્યા તા ચાંદના સંગાથે
ઢમ ઢમ તા ઢોલે રમે ગોપિ રાસે
જોને આલી ચાંદલો ફરતો સંગાથે
આસો માસે શરદ પૂનમ .......
ખડ ખડતા ગાડે ગામડાની વાટે
જોને સખી ચાંદલો સરતો સંગાથે
ખળ ખળતા ધોરિયે ખેતરના પાળીયે
ચાંદલો હાલ્યો સખી આપણાં સંગાથે
આસો માસે શરદ પૂનમ .......
સરતો જાય સાથે વાદળને મેલી પાછે
જોને સખી દોડ્યો જાય ચાંદલિયો આભે
પ્રિતમ ની જેમ પીછો કરતો જાય આભે
જોવોને ''દેવ ''સરતો જાય ચાંદલો સંગાથે
આસો માસે શરદ પૂનમ.....
---દેવ .....
.......
Subscribe to:
Posts (Atom)