Thursday, 31 August 2017
Saturday, 19 August 2017
રુકમણી ના રાજા
અલ્યા રુકમણી ના રાજા
કહે તને સૌ ક્રુષ્ણ રાધા
મથુરાથી તુ ગયો ગોકુળમાં
ગોકુળથી તુ ગયો મથુરામાં
અલ્યા વસુ દેવકીના બેટા
કહે તને સૌ નંદ યશોદા નંદન
વસુ દેવકી ગાય ગોપીકા
દહીં મહી ને દ્રોહી સખા બંધન
અલ્યા રુક્મણી ના રાજા......
અલ્યા બેય હતી તુજ મમતા
તોય દુગ્ધપાન કર્યા તે પુતના
નંદ ઘેર નહી દહી મહીંનો પાર
તોય દહીં મહીં તુ ચોરી ચોરી ખાય
ગોકુળનુ મહી મથુરામાં વેચાય
મામા ખાઈ બળવાન ના થઈ જાય
અલ્યા ક્રુષ્ણ થયો અજબ જુગારી
મામા નુ માખણ ચોરી ચોરી ખાય
અલ્યા રુકમણી ના રાજા... ...
સોળ હજાર તારી ગોપીકા
તોય વહાલી કેમ તને રાધીકા
સેવા કરે તારી સાત પટરાણી
સીંગાર ભરે તુ રાણી રુકમણી
પત્નીપદ અન્યાય કરી ને
મન મંદિરમાં રાધા સંગ બિરાજે
ક્રુષ્ણ થયો તુ ગજબ ખિલાડી
રાસ રુકમણી તુ રાધા સંગ રાચે
અલ્યા રુકમણી ના રાજા........
રુકમણી તો સદા મહાન
પતીવ્રત આર્યાનુ છે અભિમાન
ગોપીકા ને રાધિકાનો વિરહ નામંજૂર
રુકમણી ક્રુષ્ણ તમારી સદાસુહાગન
દ્વારીકામાં સખા સુદામા
હેતે નવડાવુ ખવડાવુ
ઘેલી ગોપી રાધિકાને
ક્રુષ્ણ એકજ ભાવે બિરદાવુ
અલ્યા રુકમણી ના રાજા.......
અરે ઓ રાજા ઓ રાણી
થઈ જગત માં અજબ કહાણી
દેવ જગતમાં ગાતા રહેજો
ક્રુષ્ણ રાધા રુકમણી
ક્રુષ્ણ રાધા રુકમણી
--દેવ
તા.-19/8/17