Thursday 29 January 2015

ખટ મધુરી લાડલી હતી

       ખટ મધુરી લાડલી હતી


બોરડી તારા બોર ખાધા મેં 
                     કેમ કરી હું ભૂલી જાઉં
ગામને ગોચર બોરડી ઉભી 
                    વાંકા કંટી નાગણ જેવી 

મેં ઝૂડીતી ધોકલે ઘણી 
                   તે ભોક્યોતો   વાકલો કાંટો  
બોરડી તારા બોર ખાધા મેં 
                    કેમ કરી હું ભૂલી જાઉં

એક ઉનાળે હોલી વિહાણી 
                   હું ચડ્યો તો ઈંડા જોવાને 
પાતળો  કાંટો તે ભોક્યો તો  
                   પગ પેસાડી પાપની સજા 
                                               બોરડી તારા ....

એક ચોમાસે આછ્લી સીજન 
                  બોર જોઇને હું લલચાયો 
બોર ખાંટા મેં ખુબ ખાધાતા 
                ખાંસી ખાંસીને હું પાક્યો તો 
                                             બોરડી તારા ....

એક શિયાળે ખુબ ફળી તી 
                  પીળાં પાક્યા બોર તારા તો 
બોર ખાવાને હું ચડ્યો તો 
                  વાયરો વેરી  જોકો  દીધો
                                            બોરડી તારા ......

હું તારાથી   હેઠો પડ્યો તો 
                 પગ ઘૂંટણ ને ગોબો પડ્યો તો
પગ મારો લપસી પડ્યો તો 
                 ને દશ દાડા નો ખાટલો દીધો 
                                            બોરડી તારા......

નવી સીઝ ન ના બોર પાક્યા તા
                  ખટ મધુરા  રાતડા મીઠા 
બોરડી તે બોલાવી લીધો તો 
                 ભૂલી ગયો તો પગની   પીડા
                                           બોરડી તારા.......

તારી ને મારી ગાંઠડી હતી 
              બોરડી વેરણ  વ્હાલડી હતી 
હાડ  ભાંગે કે કાંટો ચુભાડે
              ' દેવ' ખટ મધૂરી લાડલી હતી
                                          બોરડી તારા ......  


                                  -દેવ ..........

No comments:

Post a Comment