Tuesday 18 November 2014

chan videsi chantu


                                                          ચણ વિદેશી ચણતું

ભાર ઉપાડ્યું    ભાથું બાંધ્યું   કષ્ટો   શાના કાજે 
અડધા રસ્તે આવી જાણ્યું આમ અચાનક આજે
પંખી થઈને માણસ ઉડતું   ચણને ચણવા ચાંચે
ગામ  ગોદરે   ખેત પાદરે     ઉડતું અવળા રસ્તે

જે મળ્યું તે  ચણી  ખાધું    તોય પેટ ભૂખ્યું ભાસે
ચણી લીધા ચબુતરા  ને  ખેતર થઇ ગ્યા ખાલી
કેલીફોર્નીયા  કે બોસ્ટન    કોઈ  રહ્યું  ના   બાકી
ડોલર ચણીને   ગોરી ગલીમાં  પી રહ્યું છે સાકી

પાસપોર્ટ પાંખે વીસાની  આંખે દાણો લેતું ગોતી
ઘઉં બાજરો મકાઇ  નહી  પીત્જાના ચણતું મોતી
જોબ કરીને   વોક કરી     કલાકે   ડોલર  ગણતું
સાંજ પડેને    થાક ઉતારે   સરબતી  ઘૂંટ  ભરતું

વરસ નહી વરસો લગી    તે ચણ વિદેશી ચણતું
વટ મારવા ને સમય લઇ  તે દેશ માં પાછું ફરતું
બોલી બબડી સ્ટાઈલ થી તે ડોલર રૂપિયે ગણતું
ખોબા જેવા ખળામાં  આવી   ઢગલે રૂપિયે રમતું

ઉડતા ચણતા  સબંધોના    પીંછા  ગયા  વખુતી
ઉમરને પણ બાધ  નડી ગઈ   જુવાની ગઈ  છૂટી
દેશ આવીને દરદ કર્યું  ભઈ  ઉતરે ગળે ના  રોટી
ચંણ  ચણવા ગયા  અમે જે   રીત હતી   તે  ખોટી 

બાળ બગડ્યા થાળ બગાડ્યા  બગડી ગઈ વાણી
ડોલારીયાને ચણતા-ચણતા ગગડી ગઈ તી ગાડી 
ભાર ઉપાડ્યું    ભાથું બાંધ્યું     કષ્ટો    શાના કાજે ?
અડધે રસ્તે  આવી જાણ્યું  'દેવ '  અચાનક   આજે .

                                 -દેવ -...............


No comments:

Post a Comment