Monday 6 October 2014

sarto jay chandlo sangathe

સરતો જાય ચાંદલો સંગાથે 

                                                                                                



આસો માસે   શરદ પૂનમની     રાતે 
જોને સખી ઊગ્યો છે ચાંદલિયો આભે

ચાંદલા ના તાપે રમે  તારલા રાસે
રમઝટ જામી છે    ચાંદની  પ્રતાપે

ટમ ટમ તા  આભે ચાંદની ની  રાતે
જોને સખી રાત      મહેંકી  મધરાતે

કલ  કલ તા    નાદે સરિતાની સાથે 
ચાંદલો હાલ્યો જાય નાવડા સંગાથે
                                        આસો માસે શરદ પૂનમ .....
ઝગમગતી વાટે    પ્રિતમની  સાથે
સખી અમે હાલ્યા તા ચાંદના સંગાથે

ઢમ ઢમ તા ઢોલે   રમે ગોપિ રાસે 
જોને આલી ચાંદલો ફરતો સંગાથે
                                       આસો માસે શરદ પૂનમ .......
ખડ ખડતા ગાડે  ગામડાની વાટે 
જોને સખી ચાંદલો સરતો સંગાથે 

ખળ ખળતા ધોરિયે ખેતરના પાળીયે 
ચાંદલો હાલ્યો સખી  આપણાં સંગાથે
                                        આસો માસે શરદ પૂનમ .......
સરતો જાય સાથે  વાદળને  મેલી પાછે 
જોને સખી દોડ્યો જાય ચાંદલિયો આભે

પ્રિતમ ની જેમ  પીછો કરતો    જાય આભે
જોવોને ''દેવ ''સરતો જાય ચાંદલો સંગાથે
                                     આસો માસે શરદ પૂનમ.....


                                     ---દેવ .....    
                  

.......

No comments:

Post a Comment